Pages

Saturday, 10 August 2024

બાળ મેળો


 અમારી શાળા માં લાઇફ સ્કીલ આધારિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ટાયર પંચર, ફ્યુઝ બાંધવો,ઈસ્ત્રી કામ, સુથારી કામ,ઇલેક્ટ્રિક કામ, ખાણી પીણી સ્ટોલ, મહેંદી વર્ક,વેસ્ટ માંથી બેસ્ટ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.

Monday, 29 July 2024

વૃક્ષા રોપણ

                                                                                                                                                                                                                                    અમારી શાળા માં કેમ્પસ ખૂબ જ મર્યાદિત છે છતાં પણ પર્યાવરણના                           જતન માટે અમે વેર્ટીકલ ગાર્ડનનો વિકાસ કરેલ છે અને શાળા માં 80 જેટલા  વિવિધ પ્રકારના

છોડ ઉછેરેલા છે. બાળકોની કમિટી બનાવી તેનું નિયમિત જતન કરવામાં આવે છે.

Saturday, 10 February 2024

Twinning Programme


 વસ્ત્રાપુર રેલ્વે પ્રા. શાળા નો Twining કાર્યક્રમ વેજલપુર પ્રા. શાળા નંબર 1 અને 2 સાથે યોજાયો.જે અંતર્ગત બંને શાળા ના વિદ્યાર્થીઓ એ એક બીજા ની શાળા મુલાકાત લીધી.

કલા મહાકુંભ

 અમારી શાળા માં બાળકો અને શિક્ષકો માટે કલા મહાકુંભ ની ઉજવણી



કરવામાં આવી. જેમાં શાળા ના તમામ બાળકોએ ભાગ લીધો.બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ,રંગોળી,તબલા, ગાયન,કવિતા પઠન,વકતૃત્વ, નિબંધ લેખન,ડાન્સ વગેરે વિવિધ પ્રવૃતિઓ માં ભાગ લીધો.

Saturday, 27 January 2024

સ્વચ્છતા મિશન


 અમારી શાળા માં આજરોજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સામૂહિક શાળા સફાઈ કરવામાં આવી. જેમાં શાળા ના તમામ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓ સહર્ષ જોડાયા.