Pages

Sunday, 10 October 2021

ક્લીન ઇન્ડિયા ડ્રાઇવ-શાળા સફાઈ

 આજ રોજ તારીખ 10/10/2021 રવિવાર ના રોજ નગર પ્રા.શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત દક્ષિણ પશ્ચિમ ઝોન માં આવેલી અમારી વસ્ત્રાપુર રેલવે  સ્ટેશન પ્રા.શાળા માં ક્લીન ઇન્ડિયા ડ્રાઇવ અંતર્ગત શાળા ના મુખ્ય શિક્ષક અને તમામ શિક્ષકો દ્વારા શાળા ની સફાઈ કરવામાં આવી .તમામ સ્ટાફ મિત્રો એ શાળાને પોતાનું બીજું ઘર માનીને ઉત્સાહ પૂર્વક સફાઈ કામગીરી કરી.



.

Sunday, 3 October 2021

આઝાદી કા અમૃત મહોત્સવ : વૃક્ષારોપણ અને સ્વચ્છતા શપથ.

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા માં શિક્ષકો અને બ બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.બાળકો ને જવાબદારી સોંપવામાં આવી.અને મહાત્મા ગાંધીજી ના આદર્શ સમાન સ્વચ્છતા શપથ લેવા માં આવ્યા.



Sunday, 26 September 2021

નિબંધ સ્પર્ધા-મારા પ્રિય વડાપ્રધાન 'શ્રી નરેંદ્ર મોદી'


આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે શાળા માં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 62 વિધ્યાર્થી ઑ  ભાગ લીધો.

.શિક્ષક શ્રી દીપિકાબેન પટેલ તેમજ  શ્રી અમૃતાબેન ગામિત  દ્વ્રારાં બાળકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Sunday, 15 August 2021

આઝાદી કા અમૃત મહોત્સવ- વાલી મીટીંગ



75માં સ્વતંત્રતા દિન ની ઉજવણી નિમિતે શાળા ની વિદ્યાર્થિની અને N.M.M.S પરીક્ષા માં રાજ્ય મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરનાર  છાયા તુલસી ભાઈ વાઘેલા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું...દિકરી ને પ્રમાણપત્ર અને ભેટ આપી ને પ્રોત્સાહીત કરવામાં આવી..ત્યાર બાદ વાલી મીટીંગ કરી વાલી ઓ ને સરકાર શ્રી ની બાળકો માટે હિતકારી વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી...

Thursday, 1 July 2021

વૃક્ષા રોપણ...

 આજ રોજ નગર પ્રા.શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત વસ્ત્રાપુર રેલવે પ્રા શાળા માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.મુખ્ય અતિથિ વેજલપુર વોર્ડ ના કોર્પોરેટર  અને ભૂતપૂર્વ  દંડક શ્રી રાજુભાઇ ઠાકોર ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી વૈભવપટેલ તેમજ સ્ટાફ ના તમામ શિક્ષકો એ વૃક્ષા રોપણ કર્યું. ..આ કાર્યકમ ના આયોજન બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ અમદાવાદ નો આભાર....આવો સાથે મળી પર્યાવરણ નું જતન કરીએ..


Friday, 12 March 2021

શેરી શિક્ષણ

  નગર પ્રા. શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત   દક્ષિણ પશ્વિમ ઝોન આવેલી અમારી શાળા માં બાળકો ના શિક્ષણ ને નુકશાન ના થાય અને બાળકો શિક્ષણ થી વિમુખ ના બને તે માટે શાળા ના તમામ શિક્ષકો દ્વારા બાળકો ના ઘરે જઈને શિક્ષણ નો પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો...શાળા બંધ છે શિક્ષણ નહિ..





Tuesday, 16 February 2021

શાળા સફાઈ

 

રાજ્ય સરકાર ની સૂચના મુજબ તા 18 ફેબ્રુઆરી 2021 થી ધો. 6 થી 8 ના વિદ્યાર્થી  માટે શાળા શરૂ કરવાની હોઈ શાળા ના તમામ વર્ગોની સફાઇ શિક્ષકો દ્વારા કરવા માં આવી




Wednesday, 3 February 2021

શાળા બંધ છે શિક્ષણ નહીં...

વાલી મુલાકાત

કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ માં શાળા ઓ બંધ કરવામાં આવી પરતું  સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ ડીડી ગિરનાર, માઇક્રો સોફ્ટ ટીમ  ધ્વારા વર્ચુયલ ક્લાસ,યૂ ટ્યૂબ  વિડીયો, વોટ્સએપ ટેસ્ટ ,શેરી શિક્ષણ ,વિધ્યાર્થી  મુલાકાત,વાલી મુલાકાત વગેરે મારફતે બાળકો નું શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં  આવ્યું. સંશાધનો અખૂટ છે.પ્રયત્નો ભરપૂર છે.

 


શેરી શિક્ષણ
 MS team વર્ગ

 



N.M.M.S. વર્ગ 


વિધ્યાર્થી માર્ગદર્શન

વર્ચુયલ ક્લાસ









વિધ્યાર્થી મુલાકાત


વોટ્સએપ ટેસ્ટ 

એકમ કસોટી વિતરણ

ડી.ડી. ગિરનાર